મેથીના ગોટા
સામગ્રી :
૫૦૦ ગ્રામ મેથીની ભાજી,
૨૫૦ ગ્રામ ચણાનો લોટ,
૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ,
મીઠું, મરચું, હળદર,
ધાણાં, દહીં, તેલ.
રીત :
મેથીની ભાજીને સાફ કરી સમારી પાણીથી ત્રણ-ચાર વખત ધોઈને કોરી કરો. ચણાના લોટમાં ઘઉંનો કરકરો લોટ નાંખી એક ચમચો તેલ નાંખો. મેથીની ભાજી, આદુ મરચાં વાટીને નાંખો, ધાણાં, મીઠું, મરચું, હળદર, દહીં નાંખી ખીરૂ તૈયાર કરો. એક પેણીમાં તેલ મૂકી એક ચમચો ગરમ તેલ ખીરામાં નાંખી હલાવી ગોળ ગોટા તળો. ગરમ ગરમ ગોટા ચટણી સાથે ઘણાં જ સ્વાદિષ્ટ લાગે છે.

No comments:
Post a Comment